મોરબીના ખેવારીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકાના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી લીધા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા પ્રવિણસિંહ બાબુભા જાડેજા, હંસરાજભાઇ મનજીભાઇ જીવાણી, સુરેશભાઇ મુળજીભાઇ સેરશીયા, નારણભાઇ લાખાભાઇ સુશરા મનજીભાઇ કાનજીભાઇ સધરાકીયાને પાના ટીચતા ઝડપી લઈ રોકડા રૂ.3010 કબ્જે કરી પાંચેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text