વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી : ગરીબ બાળકો મર્સિડીઝમાં માણશે જોય રાઈડ 

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અનોખું આયોજન : ઝૂંપડપટ્ટી અને ગરીબ બાળકોને આલીશાન કારોમાં ફેરવી હોટલમાં જમાડાશે

મોરબી: આવતીકાલે 14 ફેબ્રુઆરીના રોજ ઠેરઠેર વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે આ દિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ વેલેન્ટાઈન ડેની જગ્યાએ વાત્સલ્ય દિવસ ઉજવી ખુશીયો વહેંચશે. જેમાં ઝૂંપડપટ્ટી અને ગરીબ બાળકોને આલીશાન કારોમાં ફેરવી હોટલમાં જમાડવામાં આવશે.

- text

છેલ્લા ઘણા વર્ષોથી યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે 14 ફેબ્રુઆરીના રોજ સવારે 9:30 કલાકે સનાળા રોડ પરના સ્કાય મોલ ખાતે વાત્સલ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાત્સલ્ય દિવસ નિમિત્તે ઝુપડપટ્ટી વિસ્તાર તેમજ સરકારી શાળાના ગરીબ પરિવારના બાળકોને મોરબી શહેરના વિવિધ રસ્તાઓ પર વૈભવી ગાડીઓમાં આનંદની સફર એટલે કે joy ride કરાવી તેમજ મોરબીની શ્રેષ્ઠ ગણાતી હોટેલમાં ભાવતા ભોજન કરાવી ઉજવણી કરશે. આ joy rideમાં બાળકોના ઉત્સાહમાં વધારો કરવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ મિત્રોને જોડાવા આમંત્રણ પાઠવેલ છે.

- text