હળવદ લોન કૌભાંડમાં બેન્ક કર્મચારી ઝડપાયો

- text


સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખોટા એસ્ટીમેન્ટ રજૂ કરી 91 લાખનો ધૂમ્બો મરાતા નોંધાઈ હતી ફરિયાદ

હળવદ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હળવદ મુખ્ય બ્રાન્ચમાંથી હોમ લોન મેળવી દર્શાવેલ સ્થળે બાંધકામ કર્યા વગર તેમજ વેલ્યુએશન કરતાં ઓછું બાંધકામ કરી નગરપાલિકાના ખોટા પ્રમાણપત્રો રજૂ કરી લોન, સબસીડી મેળવી લઈ બાદમાં બેંકમાં નાણાં નહીં જમા કરાવી જબરૂ કૌભાંડ આંચરી રૂપિયા ૯૧ લાખનું બેંકને બુચ મારી દેવાના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના કર્મચારી મિતેશભાઇ હસમુખભાઈ કડિયા ઉમર વર્ષ 38 રહે.ઇડરની હળવદ પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text