એસોસીએશન ઓફ પીડિયાટ્રીશીયન અને જસલોક હોસ્પિટલના સહયોગથી આયોજન મોરબી : મોરબી ખાતે આગામી તા. 20ના રોજ થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એસોસીએશન ઓફ પીડિયાટ્રીશીયન-મોરબી અને જસલોક હોસ્પિટલ-મુંબઈના સહયોગથી થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં થેલેસેમિયાની બિમારીવાળા બાળકોની સંપૂર્ણ તપાસ કરીને દવાઓની માહિતી આપવામાં આવશે. ઉપરાંત થેલેસેમિયાની નવી સારવારના વિકલ્પો જેમ કે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને જીન થેરાપી વિષે માહિતી આપવામાં આવશે. આ કેમ્પમાં જસલોક હોસ્પિટલ, મુંબઈના ડૉ. ચિંતન વ્યાસ સેવા આપશે. તેઓ બાળકોની લોહીની બીમારી તથા કેન્સરના નિષ્ણાત છે તેમજ ગુજરાતનાં પ્રથમ અને એકમાત્ર બાળકોના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત છે. આ કેમ્પ આગામી તા. 20ના રોજ રવિવારે સવારે ૯ વાગ્યાથી IMA હોલ, નીલકંઠ વિદ્યાલયની સામે, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે. કેમ્પમાં રજિસ્ટ્રેશન માટે 94082 74606 નંબર પર સંપર્ક કરી શકાશે. થેલેસેમિયાના દર્દીઓએ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.