માળીયા : માળીયા મિયાણા પોલીસે માળિયાના ફાટકથી વાડા તરફ જવાના રસ્તે અલ્ટો કારમાં જામગરી બંદૂક સાથે નીકળેલા યુવાનને ઝડપી લઇ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળિયાના ફાટકથી વાડા તરફ જવાના રસ્તે પોલીસે ભટ્ટીની વાંઢ વાડા વિસ્તારની પાછળ રહેતા ઇકબાલભાઇ ઇલીયાસભાઇ ભટ્ટી નામના યુવાનને અલ્ટોકારમાં પરવાના વગર ગેરકાયદેસર રીતે જામગરી બંદુક કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ રૂપિયા 1 લાખની કિંમતની અલ્ટો કબ્જે કરી આર્મ્સ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.