સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારનો કાન આંબળવાનો પ્રયાસ મોરબી : મોરબી જિલ્લામાં બિસ્માર રોડના મુદ્દે કોંગ્રેસે સરકારનો કાન આંબળવા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટર વોર શરૂ કર્યું છે. જેમાં વિવિધ સ્લોગન લખેલા પોસ્ટરો કોંગી આગેવાનો સરકાર તેમજ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. મોરબી જિલ્લામાં રોડનો પ્રશ્ન જટિલ બન્યો છે. દરેક તાલુકાના રહેવાસીઓને આ પ્રશ્ન અસર કરતો હોય જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ મુદ્દે સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં જણાવાયું છે કે ભાજપ સરકારનો હળહળતો અન્યાય થઈ રહ્યો છે. મોરબી જિલ્લાના તૂટી ગયેલા રોડ રસ્તાના કારણે પ્રજા પરેશાન, તમો ખુદ રોડ રસ્તા પટ ગાડી ચલાવી જોવો અને અનુભવ મેળવો. વધુમાં પોસ્ટરમાં મંત્રીને તાંકીને જણાવાયું છે કે મોરબી આવ્યા છો તો મોરબી- પીપળી - જેતપર રોડ, અણીયાળી રોડની મુલાકાત કરો અને પ્રજાને તૂટેલા રોડ રસ્તાથી પડતી મુશ્કેલી દૂર કરો. ખાલી ખાતમુહૂર્ત કરી જતા ન રહેતા તૂટેલા રોડ રસ્તા ઉપર સ્વયમ ગાડી ચલાવી પ્રજા કેવી પરિસ્થિતિમાં જીવે છે તે જોવો ખાલી, તાયફાઓ ન કરતા મંત્રી કામ આગળ વધે તેવું કરજોતુટેલા રોડ રસ્તાથી પ્રજા કેટલી પરેશાન છે. તે જોવા મોરબી હળવદ રોડની મંત્રી સાહેબ મુલાકાત કરો.