મોરબી : મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી આરોપી ચતુરભાઇ લધુભાઇ વજવાડીયા જાતે કોળી ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે. વરડુસર પાનીયા વાડી વિસ્તાર તા.વાંકાનેર જી.મોરબી, વાળો ગે.કા.લાયસન્સ પરવાના વગર એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક કી.રૂ.૧૫૦૦/- સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરી એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ રસિકભાઇ કડીવાર, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, કોન્સ. સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા ડ્રા.પો.કોન્સ સંદીપભાઇ માવલા રોકાયેલ હતા.