મોરબી : મોરબીના નવદીપ વિદ્યાલયના સંચાલકના પુત્રે CAની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરેલ છે.ધોરણ 12 સુધી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યા બાદ પ્રથમ પ્રયાસે જ CAની પરીક્ષામાં ઉતીર્ણ થયો છે. CAની પરીક્ષા પાસ કરવી કઠિન હોય છે.પરંતુ લાલપર નવદીપ વિદ્યાલયના સંચાલકના પુત્ર કાવર ધ્રુવ હર્ષદભાઈએ સાબિત કર્યું છે કે મનથી મકક્મ રહી કોઈ કામ કરો તો તે પાર પડે જ છે.કાવર ધ્રુવએ તનતોડ મહેનત કરી CA ફાઉન્ડેશનની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરેલ છે.કાવર ધ્રુવએ ધોરણ 12 સુધી ગુજરાતી મીડીયમમાં અભ્યાસ કરેલ છે.ત્યારબાદ CAની પરીક્ષાની તૈયારી કરી CAની પરીક્ષામાં ઉતીર્ણ થયો છે.