ઉપસરપંચની પણ વરણી કરાઈ ટંકારા : ટંકારા તાલુકાના જોધપરમાં સરપંચ તરીકેનો ચાર્જ નવા સરપંચને સોંપવામાં આવ્યો હતો.તથા ઉપસરપંચ પદની પણ વરણી કરવામાં આવી હતી. ટંકારા તાલુકાના જોધપર(ઝાલા) ગામ પંચાયત સમરસ થયા બાદ ગત ટર્મનો સમય પુરો થતો હોય.તેથી નિયુક્ત અધિકારીની હાજરીમાં નવા સરપંચ અને ઉપસરપંચને ચાર્જ આપવામા આવ્યો હતો.જેમાં સરપંચ તરીકેનો ચાર્જ ભાવનાબેન ધીરૂભાઈ છીપરીયાને સોંપવામાં આવ્યો હતો.તથા ઉપસરપંચ પદે ઝાલા ધનુભા જુવાનસંગની વરણી કરવામાં આવી હતી.આ તકે સભ્યો ઉપરાંત ગામના અગ્રણી આર.વી.ઝાલા સહિતના ગણમાન્ય હાજર રહ્યા હતા.તેમજ તમામ બોડીના સભ્યોને વિકાસના કામે વળગી જવા હાકલ કરી હતી.