બિનહરીફ ઉપસરપંચની વરણી કરાઈ ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામમાં સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. બિનહરીફ ઉપસરપંચની પણ વરણી કરવામાં આવી હતી. ટંકારા તાલુકાના નેકનામ ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ કનકસિંહ ઉર્ફે કવુભા ભાવુભા ઝાલાએ સંભાળ્યો હતો.કવુભાએ 15 વર્ષ પહેલાં અઢી વર્ષ સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.ત્યારબાદ પાંચ વર્ષ ઉપસરપંચ તરીકે અને ગત ટર્મમાં પાંચ વર્ષ સુધી મહિલા સરપંચ તરીકે તેમના પત્નીએ નેકનામ પંચાયતનું શાસન કર્યુ હતું.ઉપસરપંચ તરીકે જોશનાબેન કિશોરભાઈ ચિકાણીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તમામ બોડીના સભ્યો દ્વારા ગામડાના બાકી રહેલા કામો આગળ ધપાવી સંપ સહકાર અને સગવડના સુત્રને સાર્થક કરવા કામે વળગ્યા હતા.