મોરબી : નવરંગ નેચર ક્લબ - રાજકોટ દ્વારા મોરબીમાં પૂઠાંના ચકલીઘર અને ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.જેમાં વિવિધ જાતના કઠોળ,શાકભાજી,ખાતર વગેરે રાહત દરે આપવામાં આવશે. મોરબીમાં આગામી તા.૧૩ને રવિવારના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી ઉમિયા સર્કલ પાસે,મહાદેવ મંદિર પાસે,મોરબી ખાતે પૂઠાંના ચકલીઘર(રૂ.૫ લેખે) અને ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.જેમાં અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર,પ્યોર મધ,હાથે ખાંડેલ દેશી ઓસડિયા,માટીના કુંડા,તાવડી,દેશી હાથ ઘડાવ માટીના પાટિયા,રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ,વિવિધ જાતના કઠોળ,વિવિધ જાતના શાકભાજીના બિયારણો,પાપડ,વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.સોસીયલ ડિસટન્સનું પાલન અને માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.વધુ માહિતી માટે લવજીભાઈ પ્રજાપતિ,મોરબી મો. ૯૯૨૫૩૬૯૪૬૫, નવરંગ નેચર ક્લબ,રાજકોટના પ્રમુખ વી.ડી.બાલા મો. ૯૪૨૭૫૬૩૮૯૮નો સંપર્ક કરવો.