માળીયા (મી.) : માળીયા (મી.)ના ભૂતપૂર્વ અને નવનિયુક્ત પી.એસ.આઈ.નો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. માળીયા (મી.) પી.એસ.આઈ. નરેન્દ્રભાઈ ચુડાસમાની મોરબી એલ.સી.બી.માં બદલી થતા તેમનો વિદાય સમારંભ અને પી.એસ.આઈ. તરીકે નવા નિયુક્ત થયેલા બી. ટી. જાડેજાભાઈનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માળીયા તાલુકાના વિવિધ ગામોના સરપંચો, આગેવાનો, માળીયા નગરપાલિકાના પ્રમુખ હારૂનભાઇ સંધવાણી, મનીષભાઈ, રાજેશભાઈ બાવરવા, શીતલભાઈ ભાડજા સહિતના અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.