ચેરપર્સનના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આયોજન મોરબી: લાયન્સ ક્લબ મોરબી સીટીના ચેરપર્સનના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે 1000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ મોરબી સીટીના રિજીયન-2ના ચેરપર્સન રમેશભાઈ રૂપાલા અને રશ્મિકાબેન રૂપાલાની લગ્ન એનિવર્સરી નિમિત્તે તેમણે કરેલા સંકલ્પને સાકાર કર્યો હતો. આ માસ્કનું વિતરણ પાસ્ટ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફ્તરી,પ્રેસિડેન્ટ ત્રિભુવનભાઈ સી ફુલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કાવર, સભ્યો મહાદેવભાઇ ઉટવડિયા અને મહાદેવભાઈ ચીખલીયાએ સાથે મળી ઓમ શાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને તેમજ શનાળા રોડ પર આવેલી શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલા વ્યક્તિઓને 1000 જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું. કોરોનાની ત્રીજી લહેરમાં લોકોની આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે તે હેતુથી માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.અને રમેશભાઈ રૂપાલાએ પોતાનો સંકલ્પ પૂરો કર્યો હતો.