મોરબીમાં જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી બિનસચિવાલય અને સચિવાલયની રદ પરીક્ષા તાકીદે લેવા માંગ કરાશે મોરબી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.13 ફેબ્રુઆરીને રવિવારે યોજાનાર બિનસચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી દેતા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.વિરોધ પ્રદર્શન કરી માંગણી કરવામાં આવશે કે રદ થયેલી પરીક્ષા વહેલામાં વહેલી તકે યોજવામાં આવે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 13 ફેબ્રુઆરીને રવિવારે યોજાનાર બિનસચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.2018માં યોજાનાર આ પરીક્ષા પેપર ફૂટી જવાના કારણે રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષા યોજાવાની હતી પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે યુવાનોના રોજગારની વિરોધી સરકાર હોય એમ છેલ્લા 7 વર્ષમાં 9 થી વધારે વખત પરીક્ષાના પેપર લીક થયા છે અને પરીક્ષાઓ રદ થઈ છે. બિનસચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ થયા બાદ યુવાનો ફરીથી એ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા હતા.પરંતુ સરકારના અને ગૌણ સેવા પસંદગી મંડળના અણઘડ વહીવટને કારણે ગઈકાલે ફરીથી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.જેથી પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનો ફરી એક વાર નિરાશ અને હતાશ થયા છે.તેથી આગામી તા.11 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ સવારે 10 કલાકે સુપર માર્કેટ મોરબી ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ગુજરાત યુવક કોંગ્રેસ અન્યાયનો ભોગ બનનાર યુવાનોના સમર્થનમાં છે અને યુવાનોને ન્યાય મળી રહે તે માટે કટિબદ્ધ છે.આથી ગુજરાત યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુજરાતના યુવાનોને થયેલા આ અન્યાયના વિરોધમાં અને યુવાનોના આક્રોશને વાચા આપવા માટે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે.ગુજરાતના તમામ જીલ્લા મથકોએ આવતીકાલે આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવશે અને માંગણી કરવામાં આવશે કે રદ થયેલી પરીક્ષા વહેલામાં વહેલી તકે યોજવામાં આવે અને પરીક્ષાઓ વહેલી તકે યોજવામાં નહીં આવે અને આવી ઘટનાઓ ફરી બનશે તો ગુજરાત યુવક કોંગ્રેસ છેક સુધી લડી લેવા તૈયાર છે.આ અનુસંધાને આવતીકાલે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..