મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર સ્વામિનારાયણ ગેઇટ વાળી ગલીમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને પોલીસે રોકડા રૂપિયા 12,740 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સ્વામી નારાયણ ગેઇટ વાળી શેરીમાં બાપા સીતારામ ટ્રાન્સ્પોર્ટની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા અલારખાભાઇ હુશેનભાઇ અલાસીયા, દિલીપભાઇ અમરશીભાઇ જાદવ અને ઓસમાણભાઇ હુશેનભાઇ લોલાડીયાને રોકડા રૂપિયા 12,740 સાથે ઝડપી પાડી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.