લોહાણા મહાજન દ્વારા રઘુવંશીઓને જાહેર આમંત્રણ મોરબી : વાંકાનેર નજીક નિર્માણાધીન રામધામ ખાતે યોજાનાર શ્રીરામ મહાયજ્ઞના કાર્યક્રમમાં મોરબીના દરેક રઘુવંશીઓને લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિબિંબ સમા પવિત્ર રામધામનુ વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે વિશાળ સંકુલનુ નિર્માણ કાર્ય રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી સહીતના લોહાણા સમાજના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે. ત્યારે આગામી તા. ૧૦, ૧૧, ૧૨ દરમિયાન હરિચરણદાસજીના આશિર્વાદથી તેમના સાનિધ્યમા શ્રીરામ મહાયજ્ઞનુ અનેરૂ આયોજન કરવામા આવેલ છે. તે ઉપરાંત, તા. ૧૨-૨-૨૦૨૨ને શનીવારના રોજ બપોરે ૧૧:૩૦ કલાકે સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલનનુ આયોજન કરવામા આવેલ છે. મોરબીના દરેક રઘુવંશીઓને રામધામ ખાતે ઉપસ્થિત રહેવા તેમજ આ ઐતિહાસિક કાર્યક્રમમા સહભાગી બનવા લોહાણા મહાજન-મોરબી પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા અપીલ સહ નિમંત્રણ પાઠવવામા આવે છે. તેમ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..