વાંકાનેર : સરતાનપર - માટેલ રોડ ઉપરથી વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂની હેરફેર કરતા બે શખ્સોને 8 બોટલ દારૂ અને મોટર સાયકલ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરતાનપર - માટેલ રોડ ઉપરથી બાઈક ઉપર દારૂની હેરફેર કરતા ઉંચી માંડલ ગામના વીપુલભાઇ લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ ગમારા અને લાખાભાઇ ઉર્ફે મનીષભાઇ ખેતાભાઇ લાંબરીયાને વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ રૂ.35 હજારનું મોટર સાયકલ પણ ગુન્હાના કામે કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.