મોરબી : મોરબીમાં રોટરી ક્લબ દ્વારા નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 6/02/2022ને રવિવારના રોજ રોટરી ક્લબ-મોરબી દ્વારા બે સફળ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ પછી ફરી ત્રીજી વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પ સેજપાલ હોલ, જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં ગીર (સાસણ)ના વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં 101 વ્યક્તિઓએ લાભ લીધેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા માં રોટરી ક્લબના સભ્યો સિદ્ધાર્થભાઈ જોશી, અશોકભાઈ મહેતા, હરીશભાઇ શેઠ, મનુભાઈ પટેલ, ભરતભાઇ કાનાબાર, સંજયભાઈ છનિયારા, રસેશભાઈ મહેતા, રવિનભાઈ આશર, અબ્બાસભાઈ લાકડાવાલા, પ્રકાશભાઈ દોશી, પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ તથા ઇન્ટરેક્ટ ક્લબના સભ્ય મંથન કનેટીયા, પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ લાકડાવાલા, સેક્રેટરી મીત મહેતા તથા ઈબ્રાહીમ ભારમલ એ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..