મોરબી : મોરબીના જેતપર રોડ પર માટી ભરેલા ટ્રકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે તેમાંથી ઊડતી માટીથી પાછળ ચાલતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મોરબીમાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોવાથી જેતપર રોડ સહિતના હાઇવે પર માટી ભરેલા ડમ્પરો સતત આવનજાવન કરતા હોય છે. કોઈવાર ટ્રકચાલકો ટ્રકમાં ઉપરની બાજુ પર તાડપત્રી બાંધતા નથી. જેના કારણે ટ્રકમાંથી માટીની રજકણો ઊડતી હોય છે. જે આજુબાજુ અથવા પાછળ પસાર થતા વાહનચાલકોને ઉડે છે. ખાસ કરીને મોટરસાયકલચાલકોને આંખમાં આવે છે. જેના લીધે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. આ સાથે આરોગ્ય ઉપર પણ જોખમ રહે છે. આમ, વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે આવા ટ્રકના ચાલકો સામે પગલાં લેવા માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..