કલેકટર કચેરી ખાતે બપોરે 1થી 5 દરમિયાન ધરણા યોજી વિરોધ વ્યક્ત કરાયો મોરબી : મોરબીના ઐતિહાસિક મણિમંદિર નજીક ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ હટાવવાની માંગ સાથે આગાઉ આવેદનપત્ર પાઠવનાર હેરિટેજ બચાવો સમિતિ દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ચાર કલાક સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોરબીની ઐતિહાસિક ધરોહર એવા સુપ્રસિદ્ધ મણિમંદિરની અડોઅડ આવેલ ધાર્મિક સ્થળમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા આ મામલે હેરિટેજ બચાવ સમિતિ દ્વારા અગાઉ પાલિકાતંત્ર અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરી ગેરકાયદેર બાંધકામ દૂર કરવા માંગ ઉઠાવવામાં આવી હતી. રજૂઆતને પગલે મોરબી નગરપાલિકા દ્વારા ધાર્મિક બાંધકામ કરનાર સંચાલકને નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજે હેરિટેજ બચાવ સમિતિના આગેવાનો કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે બપોરે 1થી 5 દરમિયાન ધરણા પ્રદર્શન યોજયું હતું. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..