ફાયર બ્રિગેડે દોડી જઈને આગ બુઝાવી નાખતા મોટી ઘાત ટળી મોરબી : મોરબીના લખધીરપુર રોડ પરની ફેકટરીમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જો કે ફાયર બ્રિગેડે દોડી જઈને આગ બુઝાવી નાખતા મોટી ઘાત ટળી હતી. આ બનાવની મોરબી ફાયર બ્રિગેડ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મનાલ લીમેટેડ કંમ્પનીમા Dust Contectમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગ થોડીવારમાં જ આ કંપનીના આખા વિભાગમાં ફેલાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડ વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયર વિભાગે થોડીવારમાં આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. આથી સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..