પોલીસને જોઈ કાર ચાલક ફરાર વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પલાસથી માટેલ જતા રસ્તા ઉપરથી વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કાર ઝડપી લઈ કાર રેઢી મૂકી નાસી જનારા આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી પલાસ ગામ નજીક માટેલ તરફ જવાના કાચા રસ્તા પાસેથી સેન્ટ્રો કાર નંબર GJ-13-NN-9204 માથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 84 બોટલ કિંમત રૂપિયા 31,500 કબ્જે કરી હતી. જો કે પોલીસને જોઈ કાર ચાલક કાર રેઢી મૂકી નાસી છૂટતા પોલીસે 31,500ની કિંમતનો શરાબ અને રૂપિયા 2 લાખની કિંમતની કાર મળી કુલ 2,31,500નો મુદ્દામાલ કબ્જે લઈ કાર નંબરને આધારે કાર ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ હાથ ધરી છે.