માળીયાના જુનાઘાટીલા ગામે ખેતમજૂરી કરતી છોટા ઉદેપુરની સગીરાએ ઝેરી દવા ગટગટાવી લીધી મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે ખેતમજૂરી કામે આવેલ સગીરાને રાંધવા બાબતે ફૈબાએ ઠપકો આપતા સગીરાને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામે અરૂણભાઇ પટેલની વાડીએ ખેતમજૂરી કરતી મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાન ગામે જેસીંગપુરા ફળીયુમાં રહેતી સીતાબેન રવિન્દ્રભાઇ રાઠવા નામની સગીરાને તેણીના ફૈબાએ રાંધવા બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.