વાંકાનેર : વાંકાનેર તાલુકાના સતાપર અને ઠીકરીયાળા ગામોમાં આ માસના આગામી દિવસોમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. આગામી તા. 9ને બુધવારે 66 કેવી સતાપર સબસ્ટેશન તથા 66 કેવી ઠીકરીયાળામાં આગામી તા. 24ને ગુરુવારે સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી સબસ્ટેશનમાં મેન્ટેનન્સનું કામ હોવાથી ગ્રાહકોને વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલું પૂરું થયે જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે. તેમ GETCO ના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.