પ્રદર્શનમાં તાલુકાની તમામ 14 શાળાઓએ ભાગ લઇ કુલ 19 કૃતિઓ રજુ કરી માળીયા (મી) : તાજેતરમાં જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલિમ ભવન - રાજકોટ, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી - મોરબી અને રામબાઈમા શાળા વિકાસ સંકુલ માળિયા (મી.) દ્વારા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ઓનલાઇન મોડમાં યોજાયું હતુ. આ પ્રદર્શનમાં માળિયા તાલુકાની અનુદાનિત અને સરકારી શાળાઓની કૂલ 14 શાળામાંથી 14 એટલે કે તમામ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વિભાગમાં 5 કૃતિ, બીજા વિભાગમાં 3 કૃતિ, ચોથા વિભાગમાં 3 અને પાંચમાં વિભાગમાં 8 કૃત્તિઓ મળી કૂલ 19 કૃત્તિઓ રજૂ થઇ હતી. આ પ્રદર્શનમાં કૂલ પાંચ વિભાગ રાખવામાં આવ્યા હતા. હાલની કોવિડ -19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઇન મોડના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવેલ હતુ. આ પ્રદર્શનમાં મૂલ્યાંકનકાર તરીકે જૂના ઘાંટીલા કુમાર પ્રાથમિક શાળાના ધવલકુમાર ચિકાણી, ધૂળકોટ પ્રાથમિક શાળાના પૂજાબેન કે. વિડજા તથા સરકારી મા. શાળા ચીખલીના જાનકીબેન વિડજાએ નિષ્પક્ષ રીતે અવલોકન કરી એક ઉત્તમ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. આ પ્રદર્શનમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા, સંકુલના સંયોજક એસ. કે. પટેલ,સહસંયોજક જયેશભાઈ ચાવડા, અને ડી ઇ ઓ કચેરીના એ. ઇ.આઇ શૈલેષભાઈ મેરજા તથા માળિયા તાલુકાની તમામ શાળાના આચાર્યો દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી. અને દરેક વિભાગમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા તથા જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ શુભેચ્છા આપી હતી. વિભાગવાર પસંદગી પામેલ કૃતિઓ જેમાં વિભાગ 1માં 'રાત્રી સમયે સમયે સોલાર પાવરનો ઉપયોગ' કૃત્તિમાં સરકારી હાઈસ્કૂલ, નાનીબરાર વિજેતા બની હતી.તો વિભાગ 2માં 'વિટામિન સાપ સીડી' જેમા જે.ટી.પટેલ માધ્યમિક શાળા-મોટા ભેલા વિભાગ 4માં 'અકસ્માત નિવારણ U ટર્ન'માં ઈ.બી.બી. મોડેલ સ્કૂલ - મોટી બરાર અને વિભાગ 5માં '4 ફ્લોટિંગ હાઉસ' જેમાં ઈ.બી.બી. મોડેલ સ્કૂલ - મોટી બરાર વિજેતા બન્યા હતા. આ પ્રદર્શન સફળતાપૂર્વક ઓનલાઈન સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે સંયોજકે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.