મોરબી : રાજ્યભરમાં ચર્ચિત બનેલા પેપરલીક કાંડ મામલે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી દ્વારા અસિત વોરાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે આજ રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપી દેતા મોરબી સહિત સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અસિત વોરાના રાજીનામા બાદ ભાજપના મુખ્ય કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચીને મોં મીઠું કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તેમજ મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મોરબી જિલ્લા ઉપ પ્રમુખ સંજયભાઈ ભટાસણા, મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કાગથરા તેમજ રવિભાઈ રાજપરા, દિવ્યેશભાઈ માગુંનિયા, રમેશભાઈ સદાતિયા, ભવદીપસિંહ ઝાલા, નરભેરમભાઇ દેસાઈ, અલ્પાબેન કકડ, હેમરાજભાઈ કાનાણી તેમજ સથી કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા.