સવંત 1887માં વસંતપંચમીના દિવસે મંદિરના શિખરની પ્રતિષ્ઠા થઈ હોવાથી દર વર્ષે ધ્વજા બદલવાની પરંપરા મોરબી : સવંત 1887માં વસંતપંચમીના દિવસે મંદિરના શિખરની પ્રતિષ્ઠા થઈ હોવાથી દર વર્ષે ધ્વજા બદલવાની પરંપરા છે. ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝાના ઊમિયા માતાના મંદિર વસંતપંચમીના દિવસે વાજતે-ગાજતે મુખ્ય શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. સવંત 1887માં મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીના દિવસે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઊમિયા માતાના ઊંઝા ખાતે આવેલા મંદિરના શિખરની પ્રતિષ્ઠા થઈ હતી. આથી, દર વર્ષે વસંતપંચમીના દિવસે મંદિરના શિખરની ધજા બદલવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વસંતપંચમીના શુભ દિવસે ઢોલ નગારાં સાથે વાજતે-ગાજતે ધામધૂમથી સંસ્થાના પ્રમુખ બાબુભાઇ જે. પટેલના હસ્તે સવારે શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજા આરોહણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, મંત્રી દિલીપભાઈ તેમજ લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન, મંદિરના ટ્રસ્ટી અને મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા સહિતના અગ્રણીઓ અને માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..