મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા સપ્તાહ દરમિયાન કુલ 7800 સૂર્યનમસ્કાર કરી સૂર્યનમસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા સૂર્યનમસ્કાર દિવસ ઉજવાયો હતો. જેમાં સપ્તાહ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અલગ અલગ દિવસોએ અલગ અલગ સંખ્યામાં સૂર્યનમસ્કાર કર્યા હતા. જેમાં 75 વ્યક્તિઓ દ્વારા 8 દિવસ, દરરોજના 13 એમ અઠવાડિયા દરમિયાન કુલ 7800 સૂર્યનસ્કાર થયા હતા. અને આજરોજ સૂર્યનમસ્કાર સપ્તાહનું સમાપન થયું હતું.