મોરબી : મોરબીમાં સદ્દગતની પુણ્યતિથિ નિમિત્તે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના ડો એન. યુ. સંઘવીના માતુશ્રી ચંપાબેન ઉમેદચંદભાઈ સંઘવીના નિર્વાણ દિન નિમિત્તે એક દિવસીય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ઓમ લેબના સહદેવસિંહ ઝાલાના આર્થિક અનુદાનથી વિનામૂલ્યે 45 દર્દીઓને બ્લડ-સુગર ચેકઅપ, 48 દર્દીઓને બીપી ચેક અપ તેમજ ડૉ. હસ્તીબેન દ્વારા 50 દર્દીઓને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ તકે હાઉસિંગ બોર્ડના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ ડો. હસ્તીબેનનું સેવા આપવા બદલ બહુમાન પણ કરવામાં આવેલ હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે ચંદ્રલેખાબેન મેહતા, જસવંતિબેન ચાવડા, રશ્મિભાઈ દેસાઈ, કોઠારીભાઈ, હીનાબેન પરમાર, નાની એવી ધરતી કવૈયા તથા હાઉસિંગ બોર્ડના પ્રમુખ રમેશભાઇ મેહતા અને ટ્રસ્ટી પરેશભાઈ મેહતા, હર્ષદભાઈ ભાવસાર તેમજ દેરાસરના પૂજારી કમલેશભાઈ વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.