મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાયયાત્રા સંદર્ભે આજે કલેકટરને આવેદનપત્ર અપાયું મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાયયાત્રા સંદર્ભે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેના કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારજનોને 4 લાખની સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે અને સુપ્રિન કોર્ટના આદેશ મુજબ કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને સહાય ચુકવવાની કરી કોંગ્રેસ 2022માં ગુજરાતમાં સત્તા પર આવશે કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારને 4 લાખની સહાય ચૂકવશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું છે. કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કોવીડની મહામારી હાલમાં ઝડપી ફેલાવો રોકવા માટે તાત્કાલિક ગંભીર પગલાં લેવાની સરકારને ફરજ પડી છે. રોજીંદી આવક ઉપર નિર્ભર એવા ગરીબ લોકોની સંખ્યા ગુજરાતમાં એટલી બધી વિશાળ છે કે આપણે તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી શકીએ નહી. હાલના કટોકટીભર્યા સમયમાં કોવીડ -૧૯ મહામારીમાં ગુજરાત સરકારે ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા, ખાનગી હોસ્પિટલમાં મોંધી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવામાં આવી છે. સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો, પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે. મૃતક પરિવારો સાથે માનવ જાતની પણ ક્રૂર મજાક કરી છે. એક બાજુ સરકાર મોતના આંકડા છુપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી. મૃતકના આધાર - પુરાવા તપાસી મરણ પ્રમાણપત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે પણ, સરળતાથી મરણ પ્રમાણપત્ર મેળવવામાં વ્યાપક હેરાન પરેશાનીનો સામનો સ્વજન ગુમાવનાર પરિવારો કરી રહ્યાં છે, મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુઆંક છૂપાવી રહી છે. જ્યારે સુપ્રિમકોર્ટ લપડાક આપે ત્યારે સરકાર કામ કરે છે. ભાજપ સરકાર મૃતકોના પરિવારજનો સાથે મોટા પાયે અન્યાય કરી રહી છે. કોરોના મૃતકના પરિવારજનોને વળતર આપવાની ભાજપ સરકારની સાચી જ નિયત હોત તો ઉત્સવો અને તાયફાઓને બદલે ગ્રામ સભામાં કોવિડ મૃતકોના નામ નોંધણી કરાવી અથવા હોસ્પિટલ કે સ્મશાનમાંથી સાચા આંકડા મેળવી પરિવારજનોને આર્થિક સહાય સત્વરે આપી શકી હોત પરંતુ કોરોનામાં મૃતક થયાની સાબિતી માટે પરિવારજનોએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યાં છે. મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં વિલંબની નોંધ સુપ્રિમકોર્ટે લીધા છતાં પણ સરકારના પેટનું પાણી ઘલતુ નથી. કૌરોના કાળમાં નાગરિકોએ પોતાના ધર - રોજગાર ચલાવવા માટે ર૮ મેટ્રીક ટન જેટલું સોનુ વેચવાની ફરજ પડી હતી. લોકોએ મકાન, જગ્યાઓ, ગીરવે મુકી હતી. સામુહિક, વ્યક્તિગત આત્મહત્યાનું પણ આકડો કોરોના કાળ દરમ્યાન વધ્યો ત્યારે, પરિવારજનોની આર્થિક નકલીફમાં સહાય કરવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને મોંઘી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કૌવીડ-૧૯ ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ છે. આ યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ આપણા કોવીડ-૧૯ ન્યાય પત્રની ચાર માંગણીઓ જેવી કે કોવીડથી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર, કોવીડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલ્સની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ, કોવીડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન- પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો છે. ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત-સહાયના ૪ લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી,એરોપ્લેન – હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે. કોરોનાની પરીમાં ભાજપ સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, ઈન્જેક્શન સહિત આરોગ્ય સેવાના અભાવે ગુજરાતના ૩ લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે પરંતુ ભાજપ સરકારે મૃતકોના આંકડા છુપાવતા માત્ર ૧૦ જારનો આંકડો જાહેર કર્યો છે. મૃતકોના પરિવારજનોને વળતર ચુકવવામાં આનાકાની બાદમાં સુપ્રિમ કોર્ટની સતત ફટકાર બાદ ભાજપ સરકારે સ્વિકાર્યું છે કે ૯૧૮૧૦ અરજીઓમાંથી ૫૮૮૪૦ અરજીઓ મંજુર કરાઈ છે. ૧૧૦૦૦ જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. ૧૫૦૦૦ અરજી પેન્ડીંગ છે અને ૫૦૦૦ જેટલી અરજીઓ રીજેક્ટ કરાઈ છે. જે દર્શાવે છે કે, ભાજપ સરકાર મોતના આંકડા છુપાવી જુઠ્ઠાણું ફેલાવ્યું જે સુપ્રિમકોર્ટમાં ફટકાર બાદ સાચા મૃતકોના આંકડા સામે આવી રહ્યાં છે. કેટલાય લોકો ટેસ્ટ કર્યા વગર અને હોસ્પિટલમાં એડમિટ કર્યા સિવાય મૃત્યુ પામ્યા એમને સરકાર કેવી રીતે શોધીને વળતર આપશે ? સરકાર શા માટે તારીખ પે તારીખ લંબાવે છે ? જ્યારે સુપ્રિમકોર્ટ લપડાક આપે ત્યારે સહાય આપે અને સરકાર કામ કરે છે. ભાજપ સરકાર મૃતકોના પરિવારજનો સાથે મોટાપાયે અન્યાય કરી રહી છે. કોરોના મૃતક પરિવાકોરોના મૃતક પરિવારજનો વતી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકારશ્રી તરફથી ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.