વાંકાનેર ઢુંવા નજીક સનબીમ કારખાનામાં બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિરામીક ફેકટરીમાં રિવર્સમાં આવતા છોટાહાથી વાહને હડફેટે લેતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સનબીમ સિરામીક ફેકટરીમાં મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના સુનિલભાઇ રમેશભાઇ ડામોરના દોઢ વર્ષના પુત્ર નિલેશને રિવર્સમાં આવતા છોટાહાથી વાહનના ચાલકે હડફેટે લેતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે સુનિલભાઇ રમેશભાઇ ડામોરે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલક શૈલેષભાઇ ચતુરભાઇ પંસારા વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ-૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.