જિલ્લામાં 34 દર્દીઓ સાજા થયા : 16 કેસ મોરબી તાલુકાના, બાકીના 10 કેસ અન્ય ચાર તાલુકાના મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 26 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 556 થઈ ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 921 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 26 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 34 દર્દીઓ રિકવર પણ થયા છે. 6 ફેબ્રુઆરી, રવિવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 11 મોરબી શહેર : 05 વાંકાનેર ગ્રામ્ય : 05 વાંકાનેર શહેર : 00 હળવદ ગ્રામ્ય : 01 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 03 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 01 માળિયા શહેર : 00 કુલ : 26 6 ફેબ્રુઆરી, રવિવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 31 વાંકાનેર તાલુકા : 00 હળવદ તાલુકા : 00 ટંકારા તાલુકા : 01 માળિયા તાલુકા : 02 કુલ ડિસ્ચાર્જ : 34