વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વરડુસર ગામના બસ સ્ટોપ નજીક દરોડો પાડી મોટર સાયકલ ઉપર દારૂની હેરફેર કરતા ત્રણ શખ્સોને 8 બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતા. જયારે દારૂ સપ્લાયરનું નામ ખુલતા ફરાર દર્શાવવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે વરડુસર ગામે બસસ્ટેન્ડ નજીક વોચ ગોઠવી વિદેશીદારૂની હેરફેર કરતા અદેપર ગામના સતિષભાઇ વિઠલભાઇ કગથરા, લાલજીભાઇ ભરતભાઇ વરાણિયા અને વરડુસર ગામના રવીન્દ્રભાઇ રમેશભાઇ શેટાણીયાને મેકડોવેલ નંબર-1ની આઠ બોટલ કિંમત રૂપિયા 3000 તેમજ મોટર સાયકલ કિંમત રૂપિયા 25 હજાર મળી 28 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓએ દારૂના આ ગોરખધંધામાં હરેશ સોમાભાઇ ઉઘરેજા સંડોવાયેલ હોવાની કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..