વાંકાનેરમાં નિર્માણાધીન રામધામ ખાતે રામ મહાયજ્ઞ યોજાશે મોરબી : મોરબી લોહાણા મહાજનના અગ્રણીઓ દ્વારા રામધામ ખાતે યોજાનાર રામ મહાયજ્ઞનું રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. અખિલ કચ્છ લોહાણા સમાજ તથા ભુજ લોહાણા મહાજન સહીતની સંસ્થાઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સંકુલનુ નિર્માણ કાર્ય થતું હોવાથી આ યજ્ઞ યોજવામાં આવ્યો છે. સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિબિંબ સમા રામધામનું વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે વિશાળ સંકુલનુ નિર્માણ કાર્ય રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી સહીતના લોહાણા સમાજના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે.ત્યારે આગામી તા.૧૦, ૧૧, ૧૨ દરમિયાન હરિચરણદાસ મહારાજના આશિર્વાદથી તેમના સાનિધ્યમાં રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત મોરબી લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા યોગેશભાઈ કારીયા,ભાવેશભાઈ જોબનપુત્રા,વૃતિકભાઈ બારા સહીતના અગ્રણીઓએ કચ્છ જીલ્લાની મુલાકાત લીધી હતી.એ દરમ્યાન અખિલ કચ્છ લોહાણા સમાજ,ભુજ લોહાણા મહાજન સહીતની સંસ્થાઓને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.તે ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.રામધામના નિર્માણ કાર્યને ચોમેરથી સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે આ નિર્માણાધિનસંકુલમાં સંતો-મંહતોની ઉપસ્થિતીમાં યોજનાર રામ મહાયજ્ઞ સમગ્ર લોહાણા સમાજ માટે ગૌરવવંતી બાબત બની રહેશે. તેમ નિર્મિત કક્કડની યાદીમાં જણાવ્યું છે.