મોરબી તાલુકા અને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીમાં વાહનચોર તસ્કર ટોળકી સક્રિય બની હોય તેમ રોજે - રોજ મોટર સાયકલ ચોરી થઈ રહી છે ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન અને મોરબી તાલુકા પોલીસ મથકમાં વાહનચોરીની બે ફરિયાદ નોંધવા પામી છે. પ્રથમ ફરિયાદમાં મોરબી તાલુકા પોલીસ મથકમાં કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વર રોડ મફતીયા પરામાં રહેતા નાનુભાઇ ચોડાભાઇ ધામેચાએ પોતાનું GJ-36-M-8259 નંબરનું 25 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ જાંબુડીયા ગામે શક્તિપરા વિસ્તારમાંથી ગત તા.14 જાન્યુઆરીના રોજ ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. જયારે જુની સમર્પણ હોસ્પિટલ પાછળ, વિપુલનગરમાંથી જીજે-36-જે-0095 નંબરનું 25 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર ચોરી થઈ જતા મુકેશભાઇ ગોવીંદભાઇ સોલંકીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.