કાર્યક્રમમાં જોડાવા રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે મોરબી : મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ભાષાનું અમૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર દ્વારા પરિસંવાદ કરવામાં આવશે.આ પરિસંવાદમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ભાષાનું અમૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સંચારક્રાંતિના આ યુગમાં ભાષાશુદ્ધિ એક પડકાર બની ગયો છે.ત્યારે ભાષાતજજ્ઞ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર ડૉ.રાજેન્દ્ર ચોટલિયા સાથે એક વિશેષ પરિસંવાદ(પ્રશ્નોત્તરી) કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમનું આયોજન આગામી તા.9ના રોજ બપોરે 2 થી 5 કલાકે નવયુગ શૈક્ષણિક સંકુલ,વિરપર,મોરબી ખાતે કરવામાં આવ્યું છે.આ પરિસંવાદમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે.રજિસ્ટ્રેશન લિંક https://docs.google.com/forms/d/e/1FAIpQLSfAeBBtcgQNKqR4aD3K68UzQL0oNqtngE-eV_UuhZ3WbdYMOQ/viewform?usp=sf_linkપરથી કરી શકાશે.વધુ માહિતી માટે મનહર શુદ્રા મો.99988 62190 અને વિમલ કોટેચા મો.93752 53343નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.