હળવદના ચરાડવા ગામે પોલીસે કેટી મિલ નજીકથી 10,200નો વિદેશી શરાબ જપ્ત કર્યો હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે ચરાડવા ગામે કેટી મિલ નજીક ઉકરડામાં દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતા છોટાઉદેપુરના ખેતશ્રમિકને ઝડપી લઈ રૂપિયા 10,200નો મુદામાલ કબ્જે કર્યો હતો. હળવદ પોલીસને સચોટ બાતમી મળી હતી કે, ચરાડવા ગામે કેટી મિલ નજીક મૂળ છોટાઉદેપુરના બાંડીભીત ગામનો નરવતભાઇ બચુભાઇ રાઠવા વિદેશીદારૂનો ધંધો કરે છે જેથી હકીકત વાળી જગ્યાએ દરોડો પાડતા ખરાબાની જગ્યામા ઉકરડાના ઢગલામા છુપાવેલ રૂપિયા 10,200ની કિંમતનો 34 બોટલ દારૂનો જથ્થો મળી આવતા આરોપી નરવત રાઠવાની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.