વાંકાનેર : વાંકાનેર તાલુકા સરતાનપર રોડ પર પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સરતાનપર રોડ પર શીલોન સીરામીકમાં રહેતા 24 વર્ષીય સુનૈનાબેન ઉપેન્દ્ર્ભાઇ યાદવ ગત તા. 1ના રોજ કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ થયું હતું. તેમનો લગ્નગાળો 5 વર્ષનો હતો. આથી, વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી હતી.