કલોક ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે એકસ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ બદલ એવોર્ડ એનાયત કરાયો મોરબી : ઇન્ટરનેશનલ મેગેઝીન 'ટ્રેડ પોસ્ટ' દ્વારા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલને 'મેન ઓફ ધ યર'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારતમાં હોરોલોજિક ઇન્ડસ્ટ્રીઝ (વોચ એન્ડ કલોક ઇન્ડસ્ટ્રીઝ)માં વર્ષ ૧૯૫૯થી (૬૨ વર્ષ)થી 'ટ્રેડ પોસ્ટ' નામે ઇન્ડસ્ટ્રીઝને માટે કાર્યરત એક માત્ર મેગેઝીન છે. જે ઇન્ડિયાના અને ઇન્ટરનેશનલ વોચ અને કલોક બિઝનેસ સાથે જોડાયેલ ઇન્ડસ્ટ્રીઝ / હોલસેલર / રિટેલર્સ તથા અન્ય લોકોને દર મહિને જોડાતું પોપ્યુલર મેગેઝીન છે. આ મેગેઝીન તરફથી કલોક ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે એકસ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ બદલ અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયસુખભાઈ પટેલને 'મેન ઓફ ધ યર'નો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલ લાસ્ટ ૩ વર્ષથી મોરબી ખાતે આવેલ નાના-મોટા કલોક ઇન્ડસ્ટ્રીઝ વાળા પાસેથી દર વર્ષ 'લાખો'ની સંખ્યામાં કલોક બનાવડાવીને ઇન્ડિયન તથા એક્સપોર્ટ માર્કેટમાં સેલ્સ કરવામાં આવે છે. આ પોઝિટિવ પ્રયાસથી રોજગારીમાં ખૂબ જ વધારો થયો છે. તદુપરાંત, નાના ઉદ્યોગકારો માટે પણ તે ખૂબ જ આશીર્વાદરૂપ બન્યો છે. લગભગ ૫૦થી ૬૦ કલોક ઇન્ડસ્ટ્રીઝ 'ઓરેવા' ગ્રુપને તેની પ્રોડક્ટ સપ્લાઈ કરે છે. ઓરેવા ગ્રુપ તેના કવોલીટી પેરામીટર મેન્ટેન કરીને ડિઝાઇન / સેઈપ / મોડેલ / મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ / રોમટિરિયલસ - કમ્પોનેટનો ભાવ વગેરે માર્ગદર્શન આપીને રિક્વાયરમેન્ટ મુજબના 'કલોક ' મોડેલ ડેવલોપ કરાવે અને પરચેઝ કરે છે. અને આ પ્રકારના ઓરેવાના યોગદાનથી નાના ઇન્ડસ્ટ્રીઝ વાળા પાસે જે સ્કિલ / એક્સપિરિઅન્સ વગેરે હોય તેનો ઉપયોગ કરી યોગ્ય પ્રાઈઝ આપીને ઘરે બેઠા માર્કેટ ડેવલોપ કરી આપેલ છે. જે મોરબીની ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. જયારે જયારે વુમન એમ્પાવરમેન્ટ નુ નામ આવે ત્યારે આ ગ્રુપનું નામ સૌ પ્રથમ લેવાય છે. કારણ કે આ ગ્રુપમાં આશરે ૪૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. જેમાં આશરે ૯૦% અનસ્કીલ વુમનો ને રોજગારી આપવામાં આવે છે. જયસુખભાઇ પટેલની રાહબરી હેઠળ મોરબી ખાતે આવેલ ૨૦૦ ઇન્ડસ્ટ્રીઝવાળાનું એક સંગઠન 'મોરબી કલોક મેન્યુ. એલાયન્સ ' બનાવામાં આવેલ અને કલોક ઇન્ડસ્ટ્રીઝ સાથે અન્ય પ્રોડક્ટ ડેવલોપ કરવા માટે ઘણી મિટિંગ કરવામાં આવેલ હતી. તેઓ મોરબી ખાતે ટોયઝ / મોસ્કીટો કિલર રેકેટ / ઇલેક્ટ્રોનિક્સ તથા ઇલેક્ટ્રીકલ્સ પ્રોડક્ટ ડેવલોપ કરવામાં માર્ગદર્શન તથા મદદરૂપ થયેલ છે. આ “મોરબી કલોક મેન્યુ. એલાયન્સ તરફથી ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ મોરબી ખાતે ડેવલોપ કરવા તથા ચાઈનાથી થતું ગેરકાયદેસર (ટેક્સ ચોરી) ઈમ્પોર્ટ તથા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝવાળાના પ્રોબ્લેમો બાબતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ઘણી રજૂઆતો કરેલ અને તેનો સારો પ્રતિભાવ પણ મળેલ હતો. જયસુખભાઈના કારણે લાસ્ટ ૨ વર્ષથી, જે કોરોના-૧૯ના કારણે કલોક ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ હતો. તેમાં ખુબ જ સરાહનીય થાય તેવી કામગીરી કરવામાં આવેલ હતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને 'વોચ અને કલોક 'ટ્રેડ પોસ્ટ માટે' જયસુખભાઇ ઓ. પટેલને 'મેન ઓફ ધ યર' નો એવોર્ડ વર્ષ ૨૦૨૧ માટે એનાઉન્સ કરવામાં આવેલ છે. જે સમગ્ર મોરબી અને કલોક ઇન્ડસ્ટ્રીઝ માટે ખુબ જ ગૌરવની વાત છે. આ એવોર્ડ મળવા બદલ મોરબી કલોક ઇન્ડસ્ટ્રીઝ તરફથી જયસુખભાઇ પટેલને ઠેર-ઠેરથી ખુબ ખુબ અભિનંદન આપવામાં આવી રહ્યા છે.