જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 691 થયો : 166 દર્દીઓ સાજા થયા : 44 કેસ મોરબી તાલુકાના, બાકીના 9 કેસ અન્ય ચાર તાલુકાના મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 53 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 691 થઈ ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1440 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 53 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 166 દર્દીઓ રિકવર પણ થયા છે. બીજી તરફ મોરબી શહેરી વિસ્તારના રહેવાસી 79 વર્ષના વૃધ્ધાનુ કોરોનાના લીધે મરણ નોંધાયેલ છે. કોરોનાની સાથે તેઓને બી.પી. (હાઇપર ટેન્શન), ડાયાબિટીસ જેવી બીમારીઓ હતી. વધુ માં તેમણે કોરોના રસીનો એક પણ ડોઝ લીધેલ હતો નહિ. તેવું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. 3 ફેબ્રુઆરી, ગુરૂવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 19 મોરબી શહેર : 25 વાંકાનેર ગ્રામ્ય : 02 વાંકાનેર શહેર : 00 હળવદ ગ્રામ્ય : 01 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 04 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 02 માળિયા શહેર : 00 કુલ : 53 3 ફેબ્રુઆરી, ગુરૂવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 118 વાંકાનેર તાલુકા : 18 હળવદ તાલુકા : 12 ટંકારા તાલુકા : 08 માળિયા તાલુકા : 10 કુલ ડિસ્ચાર્જ : 166