મોરબી : જેતપર ગામથી રાપર ગામ વચ્ચે ટીંબીમાં આવેલ બાવળની ઝાડી પાછળ છુપાઈને જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. ગત તા. 2ના રોજ જેતપર ગામથી રાપર ગામ તરફ જતા રસ્તે આવેલ ટીંબી નામની સીમમા આવેલ બાવળની ઝાડીમાં છુપાઈને ગેરકાયદેસર રીતે તીન પતી રોનપોલીસનો જુગાર રમતા સંજયભાઇ ગોકળભાઇ હમીરપરા, ભીખાભાલ લખમણભાઇ ગોંડલીયા, મનસુખભાઇ ધરમશીભાઇ માલણીયાત, દિલીપભાઇ ધરમશીભાઇ માલણીયાત અને લાલજીભાઇ ધનજીભાઇ સાતલીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસે રેઇડ દરમ્યાન રોકડ કુલ રૂ. 5490 જપ્ત કર્યા હતા. અને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.