મોરબી : મોરબીમાં લીલાપર રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક મોટરસાયકલચાલકને ઇજા પહોંચી હતી. ગત તા. ૨૦ જાન્યુઆરીના રોજ બપોર કલાક ૧૨/૩૦ વાગ્યાના અરશામાં મોરબીમાં લીલાપર રોડ પર સર્જનમ ફાર્મ પાસે ફરીયાદી કાનજીભાઈ જેઠાભાઈ નકુમના પપ્પા તેમનુ મો.સા. રજી.નં.જીજે.૩૬.એએ.૨૦૩૦ લઈને રોડ ઉપર જતા હતા. ત્યારે આરોપી મો.સા. રજી.નં. જીજે.૩૬.એમ.૨૭૯૧ ના ચાલકે તેમના મો.સા. સાથે અકસ્માત કરી માથામાં તથા જમણા પગના પંજા ઉપર ફેકચર જેવી ઈજા પહોંચાડી હતી. પોલીસે ગત તા. ૨ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.