મોરબી : મોરબીની સગીરાને ભગાડી જનાર આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી જામનગર હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસે આરોપીને દબોચી લઇ સગીરાને પણ મુક્ત કરાવી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં માળીયા તાલુકાના વિરવિદરકા ગામે રહેતો જયદીપ ઉર્ફે અજય કિશોરભાઇ પ્રભુભાઇ સનુરા નામનો ઈસમ મોરબી શનાળા બાયપાસ રોડ, પાપાજી ફનવર્ડ પાછળ, આનંદ સોસાયટીમાંથી સગીરાનું અપહરણ કરી જતા આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબ આરોપી જયદીપ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો. આ કેસમાં તપાસ દરમ્યાન ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ માધ્યમથી આ ગુન્હાનો આરોપી જયદીપ ઉર્ફે અજય કિશોભાઇ પ્રભુભાઇ સનુરા અને ભોગ બનનાર જામનગર હોવાની બાતમી મળતા આરોપીને જામનગર ખાતેથી દબોચી લઈ રીમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવેલ છે.