પેરોલ ફર્લો સ્ક્વોડે પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતેથી આરોપીઓને પકડી પાડ્યા મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા ધાડ અને લૂંટના અલગ અલગ પાંચ ગુન્હામાં છેલ્લા 20 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2002, 2004, અને વર્ષ 2005માં નોંધાયેલ અલગ-અલગ લૂંટ અને ધાડના પાંચ ગુન્હામાં સંડોવાયેલ તુનસીંગ ઉર્ફે મનુ સુકીયાભાઇ સિંગોડીયા અને અબલસીંગ ઉર્ફે અબસીંગ ઉર્ફે જલુ સુકીયાભાઇ સિંગોડીયા, રહે.બન્ને નેગડીયા ગામ તલય ફળીયા તા.જી.જાંબુઆ મધ્યપ્રદેશ વાળાઓ પાટણ જીલ્લાના સિધ્ધપુર રેલ્વે સ્ટેશન હોવાની બાતમીને આધારે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પકડી પાડી મોરબી તાલુ કાપોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા સતિષભાઇ કાંજીયા વગેરેએ કરી હતી.