GPSCની 2-2 પરીક્ષાઓ પાસ કરવા બદલ યુવક પર શુભેચ્છાનો વરસાદ ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામના યુવક ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલી ક્લાસ 2ની બે પરીક્ષાઓમાં ઉતીર્ણ થયા છે. GPSCની 2-2 પરીક્ષાઓ પાસ કરવા બદલ યુવક પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. તાજેતરમા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા મોટર વ્હીકલ ક્લાસ 2ની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ટંકારા તાલુકાના ઓટાળા ગામના રવિકુમાર જગદીશભાઈ ઘોડાસરા એ સમગ્ર ગુજરાતમાં 11મો ક્રમાંક પ્રાપ્ત કરીને મોરબી જીલ્લાનું અને ઘોડાસરા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. વધુમાં, તેમણે બે દિવસ પહેલા GPSC દ્વારા જાહેર કરાયેલ ASSISTANT RTO INSPECTOR ની પરીક્ષાના પરિણામમા પણ સમગ્ર ગુજરાતમા 32 મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ત્યારે GPSCની 2-2 પરીક્ષાઓ પાસ કરવા બદલ રવિકુમાર ઘોડાસરાને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.