મોરબી : મોરબી તાલુકા કક્ષાએ કલા મહાકુંભ 2021-22ની વિવિધ સ્પર્ધાઓ આગામી દિવસોમાં યોજાનાર હોય જેનું સમયપત્રક જાહેર થયું છે.કલા મહાકુંભમાં સમૂહગીત,ગરબા, લોકનૃત્ય,રાસ,એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ સહિતની વિવિધ સ્પર્ધા યોજાશે. આ માટે તા.1 ફેબ્રુઆરીના રોજ ટંકારા તાલુકામાં નાલંદા વિદ્યાલય, બાની વાડી પાસે મૂળ વીરપર ખાતે સ્પર્ધા યોજાશે.જેનો રિપોર્ટિંગનો સમય સવારે 8:30 કલાકનો રહેશે. માળીયા-મીયાણા તાલુકામાં 2 ફેબ્રુઆરીના રોજ મોડેલ સ્કૂલ,મૂળ મોટીબરાર મુકામે જ્યા રિપોટિંગનો સમય સવારે 9:30 કલાકનો રહેશે. વાંકાનેર તાલુકામાં 5 ફેબ્રુઆરીના રોજ મોહંમદી લોકશાળા,ચંદ્રપુર મુકામે જ્યાં રિપોર્ટિંગનો સમય સવારે 10 કલાકનો રહેશે.મોરબી તાલુકામાં 6 ફેબ્રુઆરીના રોજ પી જી પટેલ કોમર્સ કોલેજ, મહેશ હોટેલ પાછળ, સનાળા રોડ ખાતે જ્યા રિપોર્ટિંગનો સમય સવારે 9 કલાકનો રહેશે. આ ઉપરાંત હળવદ તાલુકામાં 7 ફેબ્રુઆરીના રોજ તક્ષશિલા વિદ્યાલય, વૈજનાથ મંદિર પાછળ, સરા રોડ ખાતે જ્યાં સવારે 9:00 કલાકે રિપોર્ટિંગનો સમય રહેશે.