ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઈ ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં સુરેશભાઈ નથુભાઈ પરમારે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.બિનહરીફ ઉપસરપંચ તરીકે અનિલભાઈ પ્રવીણભાઈ ઘોડાસરાની નિમણુંક કરવામાં આવી હતી. ટંકારામાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ટંકારા તાલુકાના જુદા-જુદા ગામમાં સરપંચની ચૂંટણી જીતેલા લોકો સરપંચ તરીકેનો ચાર્જ સંભાળવા લાગ્યા છે. ત્યારે ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં સરપંચની ચૂંટણી જીતેલા સુરેશભાઈ નથુભાઈ પરમારે સરપંચ તરીકેનો પદભાર સંભાળ્યો હતો.આ ઉપરાંત બિનહરીફ ઉપસરપંચ તરીકે અનિલભાઈ પ્રવીણભાઈ ઘોડાસરાની નિમણુંક કરવામાં આવી હતી.