મોરબી : મોરબી જિલ્લાના પંચાસર ગામના વતની રીટાયર્ડ આર્મીમેન 17 વર્ષ બાદ વતન પરત ફરતા તેમનું ગામલોકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. પંચાસર ગામના વતની ભૂપેન્દ્રસિંહ વજુભા ઝાલા 17 વર્ષ બાદ વતન પરત ફરતા તેઓનું ગામલોકો દ્વારા ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પંચાસર અને શિવનગરમાં જીપમાં બેસી રેલી કાઢવામાં આવી હતી અને સાંજે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેઓ ભારતીય સેનામાં વર્ષ 2005માં નિમણુક પામ્યા હતા. ત્યારબાદ તેમણે વેસ્ટ બંગાળમાં 3 વર્ષ, જમ્મુ કાશ્મીરમાં 3 વર્ષ, ઉત્તરપ્રદેશમાં 3 વર્ષ, અરુણાચલ પ્રદેશમાં 3 વર્ષ, હરિયાણામાં 3 વર્ષ અને અમદાવાદમાં 2 વર્ષ ફરજ બજાવી હતી અને તેઓ ગત તા. 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થયા છે.