યુવક અને યુવતીના બે મહિના બાદ લગ્ન લેવાયા હતા વાંકાનેર : વાંકાનેર નજીક આજે સગાઈના તાંતણે બંધાયેલા યુવક અને યુવતીએ કોઈ કારણોસર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની કમકમાટી ભરી ઘટના સામે આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દલડી નજીક બપોરના સમયે પસાર થતી અમદાવાદ સોમનાથ ટ્રેન હેઠળ ઝંપલાવી યુવક - યુવતીએ સજોડે આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. દલડી રેલવે યાર્ડ નજીક બનેલી આ ઘટનામાં મૃતક યુવાનનું નામ વિજય ગોરધનભાઈ ગોંડલીયા હોવાનું અને મૃતક યુવતી થાન તાલુકાના ઊંડવી ગામની હોવાનું તેમજ બન્નેની સગાઈ થઈ ગઈ હોવાનું અને બે મહિના બાદ બન્નેના લગ્ન નિર્ધારવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. વધુમાં આજે બપોરે સવા વાગ્યાના અરસામાં બનેલ આ ઘટના અંગે રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અક્સ્માત મોત અંગે નોંધ કરી વાંકાનેર રેલવે આઉટ પોસ્ટના એએસઆઇ ઇન્દ્રજીતસિંહ ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..