મોરબી: મોરબી પોલીસે ચાલુ બાઈક પરથી રસ્તામાં પડી ગયેલો અરજદારનો થેલો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ દ્વારા શોધી પરત કર્યો હતો. વિગત એવી છે કે ગત તારીખ 29ના રોજ હસમુખભાઈ બચુભાઈ જસાપરા (રહે. બગથળા) વાળા મોરબી આવ્યા હત.તે દરમ્યાન રાજનગરથી કન્યા છાત્રાલય સુધીમાં ચાલુ બાઈક પરથી તેમનો થયેલો રસ્તામાં પડી ગયો હતો. જેમાં અગત્યના ડોક્યુમેન્ટ, એક સોનાની વિટી, અને સોનાનો ચેન મળી અંદાજિત રૂપિયા 70000નો મુદ્દામાલ હતો.જે બાબતે તેઓએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે અનુસંધાને મોરબી નેત્રમ ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ મોરબીના સીસીટીવી કેમેરાની મદદથી ત્વરીત કાર્યવાહી કરી આ ખોવાયેલો થયેલો મૂળમાલિકને પરત સોંપાયો હતો.